એ 2 કલાક…..

એપ્રિલ ૯, શુક્રવાર…..

સાંજે ૪ વાગે એસ.ઇ. નું લેકચર હતું પણ હું નહોતો ગયો. ઘરે આરામ થી સૂઈ રહ્યો હતો, ત્યારે લગભગ ૫.૩૦ વાગે મારા મિત્રો,  હેતલ  અને આશિષ ના એસએમએસ આવ્યા. એ વાંચતાજ હું ટેન્શન માં મુકાઈ ગયો. મેસેજ માં લખ્યું હતું કે આજે રિજલ્ટ્ ડિસ્પ્લે થવાનું છે. મારા હ્રદય ના ધબકારા વધી ગયા. મારા ચેહરા પર ટેન્શન સ્પષ્ટ દેખાતું હતું. પછી વારાફરથી મિત્રો ના ફોન આવા લાગ્યા અને મારું ટેન્શન વધતું ગયું. આમ અંદાજે ૬.૩૦ વાગી ગયા હતા અને હું એકદમ ગભરાયેલો હતો. હું મન માં ભગવાન ને પ્રાર્થના કરવા લાગ્યો. એવા માં મારો ફોન રણક્યો, અને મે ફોન ઊપાડતાં સામે છેડે થી કોઈ અપરિચિત વ્યક્તિ નો અવાજ સંભડયો. પછી ખબર પડી કે એ તો “રોંગ નંબર” હતો. આ એક “આગ માં ઘી હોમવું” જેવી વાત હતી. હું ટેન્શન માં હતો, એટલે મે પેલી વ્યક્તિ ને ઘણું સંભડાવી દીધું. મને આનો પછતાવો છે. આમ, જોતા જોતા ૭ વાગી ગયા. હું સોફા માં બેઠો હતો અને મારી નજરો મારા ફોન ઉપર કેંદ્રિત હતી. લગભગ ૭.૦૫ વાગે મારા ફોન ના સ્ક્રીન ની લાઇટ ઝબકી. મને ખાત્રિ થઈ ગઇ કે રિજલ્ટ આવી ગયું છે. દર વખત ની જેમ મારા મિત્ર જૈમિન નો ફોન હતો. મે ફોન ઉપાડતાંજ એ મને ગાડો આપવા લાગ્યો. એને મને કહ્યું કે મારા સારા અંક આવ્યા છે અને હું પાસ થઈ ગયો છું પણ, મને એક વિષય માં ઘણા ઓછા માર્કસ મડયા છે. આ સાંભડતા જ મારા આનંદ નો પાર ના રહ્યો. મે મન માં વિચાર્યું કે એક વિષય માં ઓછા માર્કસ આવ્યા તો વંધો નહીં, પાસ તો થઈ ગયા….. આમ, આ ૨ કલાક(૫.૩૦ થી ૭.૩૦) મને ૨ દિવસ જેવા લાગ્યા. આ સમય કેવી રીતે પસાર થયો એ તો હું જ જાણું છું. ચાલો, હવે મારા દિમાગ પરનો બોજ હલકો થયો.

“પપ્પું પાસ હો ગયા…..”

Advertisements